ક્ષત્રિય ઠાકોર સમાજનાં સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજનાં સર્વ સભ્યશ્રીઓ અને પાટણનાં નગરજનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકાસકાર્યો પરત્વે પોતાનો મજબૂત વિશ્વાસ પ્રગટ કર્યો છે.
આ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
આ સ્નેહ મિલન સમારંભમાં ક્ષત્રિય ઠાકોર સેનાનાં પાટણ જીલ્લાનાં પ્રમુખ શ્રી જીભાજી ઠાકોર અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, જીલ્લાનાં અધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર, સાંસદ શ્રી ભરતભાઇ ડાભી, પૂર્વ ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતજી, શ્રી અલ્પેશભાઇ ઠાકોર, પૂર્વ મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ સહિત આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.