પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ડાંગ, દાહોદ અને ગાંધીનગર મહાનગરની કારોબારી બેઠકમાં સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ડાંગના જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, દાહોદના જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.