શિયાળાની હૂંફાળી સવારે ખૂબ મોટી સંખ્યામાં સાયકલોથોનમાં ભાગ લેવા આવેલા બાળકો, યુવાનો અને સુરતવાસીઓને જોઇ ખૂબ આનંદ થયો.
સાયકિલસ્ટ્સની સંખ્યા વધે અને વધુ ને વધુ લોકો સાયકિલંગ તરફ વળે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલા “India Cycle 4 Change Challange” અભિયાન અંતર્ગત સુરત મહાનગર પાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ડ લિમિટેડ દ્વારા યોજાયેલી સાયકલોથોનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી અને મોટી સંખ્યામાં સાયકલિસ્ટ્સ ઉપસ્થિત રહ્યા.