માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય આવતીકાલથી સોમનાથનાં દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા ભાઇ-બહેનોને આજે સુરત રેલ્વે સ્ટેશન પર આવકાર્યા.
સૌરાષ્ટ્ર – તમિલ સંગમ સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિનાં જોડાણને વધુ મજબૂત બનાવશે અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરશે એનો મને વિશ્વાસ છે.