આઝાદીનાં અમૃતમહોત્સવનું સમાપન દેશભક્તિથી થાય એવી ભાવના સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની પ્રેરણા આપી. આ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ રિવરફ્રંટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ‘અમૃત કળશ મહોત્સવ’માં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેતુ કળશ યાત્રા જ્યારે ગામ અને મહોલ્લાઓ વચ્ચેથી પસાર થઇ રહી હતી ત્યારે હૃદય ભાવવિભોર થઇ જાય એવું વાતાવરણ સર્જાયું હતું. સૌ કોઇ મુઠ્ઠીમાં માટી સાથે શહીદોની વંદના કરી રહ્યું હતું. આ દ્રશ્ય સ્મૃતિપટ પરથી ક્યારેય નહીં ભૂંસાશે. આ અભિયાન થકી સમગ્ર દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના વધુ પ્રજવલિત થઇ છે.
આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતવાસીઓ ઉપસ્થિત રહ્યા, એનો મને ખૂબ આનંદ છે.