આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો.
આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો.
સુરત એરપોર્ટ પર જ્યારે માંડ એક ફ્લાઇટ આવતી હતી એ સમયે એરપોર્ટનાં વિકાસ અને એરકનેક્ટિવિટી મુદ્દે ખૂબ રજૂઆતો કરી હતી. સુરત એરપોર્ટનો વિકાસ અને એર કનેક્ટિવિટી એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું પણ સપનું હતું અને એટલે જ માનનીય મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા ત્યારથી સુરત એરપોર્ટનાં વિકાસની સાચા અર્થમાં શરૂઆત થઇ.
આજે આપણાં સુરતનાં એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ચૂક્યો છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે આવતીકાલે નવું ટર્મિનલ બિલ્ડીંગ ઉદ્ઘાટિત થવાનું છે ત્યારે આજે એરપોર્ટની મુલાકાત લઇ જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.