આજે ફરી એકવાર આ દેશનાં નાગરિકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વને પોંખ્યું છે,
આજે ફરી એકવાર આ દેશનાં નાગરિકોએ સુખી વર્તમાન અને સલામત ભવિષ્ય પર મ્હોર મારી છે !
આજે ગુજરાતની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને NDA મહાયુતિ સરકારનો ભવ્ય વિજય થયો છે-ત્યારે સુરત ખાતે યોજાયેલા સુરત-મજુરા 165 વિધાનસભાનાં સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે વિજયોત્સવ ઉજવ્યો.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓની એક ખાસિયત છે કે એ સૌ છેવાડાનાં નાગરિકો સાથે પણ સંપર્કમાં રહી એમની પડખે ઊભા રહે છે. જનસેવાનાં પથ પર મક્કમતાથી આગળ વધતા સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા અને એમનો આભાર માન્યો.