આજે નવસારી ખાતે નવસારી જીલ્લા પંચાયત દ્વારા આયોજીત નિર્મળ ગુજરાત 2.0
આજે નવસારી ખાતે નવસારી જીલ્લા પંચાયત દ્વારા આયોજીત નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા અને જળવ્યવસ્થાપન વર્કશોપમાં ઉપસ્થિત રહી અપાર આનંદ અનુભવ્યો. આ સાથે નવસારી યુડિવાય 2025 સિટી એક્શન પ્લાનનાં પુસ્તકનું લોકાર્પણ કર્યું. આ સાથે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરતા ધન્યતા અનુભવી!
નવસારી મહાનગરપાલિકા બન્યા પછી વિકાસનાં કાર્યોની ગતિ વધી છે એ માટે નવસારીનાં સૌ નગરજનોને અભિનંદન પાઠવ્યા અને વિકાસનાં કાર્યોમાં દેશભરમાં પહેલા ક્રમાંકે રહેવાની આદતને જાળવી રાખવા આહવાન કર્યું.
આ સાથે ઉપસ્થિત સરપંચશ્રીઓને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા બોરનું નિર્માણ કરવા માર્ગદર્શન પાઠવ્યું.