આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.
આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજકોટ સહિત સમગ્ર દેશને 48,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપી, દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું હેલ્થ સેક્ટર કેવું હોઇ શકે, વિકસિત ભારતમાં સુવિધા અને સુખાકારીનું સ્તર કેવું હોવું જોઇએ, તેની એક ઝલક આજે રાજકોટે સમગ્ર દેશને આપી છે.
આજે રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી શ્રીએ રાજકોટ સહિત પાંચ એઇમ્સ દેશને અર્પણ કરી.
ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન પ્રોજ્ક્ટ મારફતે હવે ગુજરાતથી કાચ્ચું તેલ સીધું હરિયાણાની રિફાઇનરી સુધી પાઇપથી પહોંચી શકશે.
આજે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, રેલ લાઇન, વિજળી, સ્વાસ્થ્ય અને શિક્ષા સહિત અનેક સુવિધા પ્રાપ્ત થઇ.
ગુજરાતની વિકાસ રફ્તારને બમણી કરી નાગરિકોની સુખાકારીમાં સતત ઉમેરો કરી આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.