માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને
દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશનાં તમામ જીલ્લામાં કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને સાકાર કરવા આજે રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્ નર્મદા”નું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો જનસેવાનું એક સરનામું છે, “સેવા એ જ સંકલ્પ”નાં સૂત્રને વરેલા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર હોય છે. 
આજે કાર્યકર્તાશ્રીઓને માનનીય પ્રધાનમંત્રી શ્રીનો “400 પાર”નો સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું !