માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી અમૃત કળશ સાથેનાં 75 ઈ-વ્હીકલનું પ્રસ્થાન કરાવતા હૃદય ભાવવિભોર બન્યું. સમગ્ર ચેતનામાં એક અનોખી ઉર્જા અનુભવાઇ.
દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ “અમૃત કળશ” અર્પણ કરાશે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનમાં ઈન્ચાર્જ શ્રી મયંકભાઈ નાયક, વડોદરા મહાનગરના પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.