નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!!
નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંસદનાં બંને ગૃહોમાં નારીશક્તિ વંદન વિધેયક બહુમતી સાથે પસાર થયું. જે આપણાં દેશ માટે અને દેશની સૌ બહેનો માટે ગૌરવપૂર્ણ અને સન્માનપૂર્ણ ઘટના છે. આ વિધેયકની મદદથી દેશની નારી શક્તિનાં સન્માનમાં ઉમેરો થયો છે ત્યારે
આજે અમદાવાદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઇ બહેનોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને અભિનંદન પાઠવી, હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
નારી શક્તિ વંદન વિધેયક એ સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે. આ વિધેયક નારી શક્તિનો વિજય છે. હવે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે અને એને કારણે દેશમાં મહિલાઓને લગતા મુદ્દાઓ પર મહિલાઓનો અવાજ વધુ સક્ષમ બનશે. મહિલાઓનાં સન્માનને વધુ મજબૂત બનાવવા બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.