સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા, જે અંતર્ગત સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટમાં પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં કરાયેલા વિકાસ કાર્યો-સેવા કાર્યો-વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટશન આપ્યું. આજનાં યુવાનો દેશનાં વિકાસમાં રસ લઇ રહ્યા છે, યુવાન ભાઇ-બહેનો સાથે રૂબરૂ સંવાદ સાધવાનો આનંદ મળ્યો.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, પ્રદેશ સોશિયલ મિડીયા સહ કન્વીનર શ્રી મનન દાણી, સુરત સોશિયલ મિડીયા કન્વીનર શ્રી હરી અરોરા ઉપસ્થિત રહ્યા.