આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે નવસારીની પૂર્ણા નદી પર આગળ વધતી દરિયાઇ ખારાશને અટકાવવા અને મીઠા પાણીનાં જળસંગ્રહની યોજના-પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત થયું, આ ખાતમુહૂર્તથી નવસારીનો વિકાસ વધુ વેગવંતો બન્યો એ વાતે ખૂબ આનંદ અને ગૌરવ છે.
આ પ્રોજેક્ટને પગલે નવસારી સહિત આજુબાજુનાં 23 ગામોને પીવા માટે મીઠું પાણી મળી રહેશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નવસારીનાં વિકાસ માટે ઘણાં કાર્યો કર્યા છે અને હવે નવસારી જીલ્લાનાં નાગરિકોને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે પી.એમ.મિત્ર પાર્કનું આયોજન પણ થઇ રહ્યું છે. વિકાસનાં માર્ગ પર નવસારીની ઝડપ અનેકગણી કરી આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માનું છું.