બારડોલી ખાતે યોજાયેલી સુરત જીલ્લાની ‘બૂથ સશક્તિકરણ બેઠક’ તેમજ ‘સોશિયલ મીડિયા કાર્યશાળા’માં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ અને બૂથનાં સદસ્યશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ તેમજ શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.