ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.
CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઇપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે.
યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.
“સેવા” એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓએ પ્રત્યેક પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહી આ સંસ્કારને સદાય સાકાર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે અને એટલે જ ગુજરાતભરમાં કાર્યકર્તાશ્રીઓને આ ટ્રેનિંગ આપવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે.
આ ટ્રેનિંગ આપી રહેલા ગુજરાતનાં 1200થી વધારે ડોક્ટર્સનો આભાર માનું છું.