ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન
સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અનેકગણાં તરવરાટ અને ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન થયો.
આજનાં યુવાનો રમત-ગમત ક્ષેત્રે પણ પોતાની આગવી પ્રતિભાનું સર્જન કરી રહ્યા છે એનો આનંદ છે, માનીનય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ખેલાડીઓને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આ વર્ષે 36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાઇ અને ગુજરાતનાં યુવાવર્ગને પ્રોત્સાહન મળ્યું એ બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું.
નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર અને વિજેતા થનાર સર્વ ખેલાડીઓને
અભિનંદન
અને આશીર્વાદ પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ સર્વ ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલ પર આપણાં દેશનું નામ રોશન કરશે જ !