દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન
દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન કર્યું.
જીલ્લા ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓની તાકાત આજે દાહોદ ખાતે જોવા મળી, એક-એક કાર્યકર્તાનાં સાથથી પાર્ટી મજબૂત બનતી હોય છે. દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તૈયાર થયું એ બદલ સર્વ કાર્યકર્તાશ્રીને
અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.