સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સુરત શહેરમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે દેશનું સૌથી ઊંચું બિલ્ડીંગ, સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત વિકાસનાં રાજમાર્ગ પર પૂરઝડપે દોડી રહ્યું છે, આ વિકાસકાર્યોથી સુરતની યશ-કલગીમાં ઉમેરો થશે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પ્રફુલભાઈ પાનસુરીયા , શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા ઉપસ્થિત રહ્યા.