- This event has passed.
અરવલ્લી જીલ્લો – દિવાળી સ્નેહમિલન તથા કાર્યાલયનું લોકાર્પણ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા દિવાળીનો સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. આ સાથે જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કર્યું.
અરવલ્લી જિલ્લામાં સૌથી પહેલા પેજ સમિતી બની હતી એ બદલ સૌ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના ઉપ પ્રમુખ અને પ્રભારીશ્રી કૌશલ્યા કુવરબા, રાજય સરકારના મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઇ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રભારીશ્રી જયશ્રીબેન દેસાઇ,સહપ્રભારીશ્રી ગીરીશભાઇ જાગણીયા, સાબરકાંઠાના પ્રમુખશ્રી જે.ડી પટેલ, સાબરડેરીના ચેરમેન શ્રી શામળાભાઇ પટેલ, પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખશ્રી હિતેશભાઇ પટેલ સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.













