માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં.
સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેરનાં બિરુદ પાછળ જેમનો અથાક પરિશ્રમ છે એવા સ્વચ્છતા દૂતો અને શહેરીજનોનું અભિવાદન કરતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.
જાણીતા ગાયક કૈલાશ ખેરનાં સંગીત પર શહેરીજનો ઝૂમી ઉઠયા.