આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ
આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતનાં શહેરી વિકાસનાં 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સહભાગી થવાનો અવસર સાંપડ્યો, પરમ ધન્યતાની અનુભૂતિ થઇ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયની કેટલીક સ્મૃતિઓ તાજી કરી, એ સ્મૃતિ વિકસિત ગુજરાતનાં પ્રયાસો માટે પ્રેરણાસમ બની રહી. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન આગામી અનેક દાયકાઓ માટેનો એક દિશાસૂચક દસ્તાવેજ છે !
માનનીય પ્રધાનમંત્રી શ્રીની વિશ્વસ્તરીય વિકાસની પરંપરા અને દિર્ઘદ્રષ્ટિ ગુજરાતનાં વિકાસને સદાય વધુ વેગવંતો બનાવી રહી છે. એમનું માર્ગદર્શન અને એમની પ્રેરણા “વિકસિત ગુજરાત” માટે પથદર્શક સમાન છે !