“જન ભાગીદારીથી જળ સંરક્ષણ” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આહવાનને ગુજરાત વધાવી રહ્યું છે !!!
“જન ભાગીદારીથી જળ સંરક્ષણ” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આહવાનને ગુજરાત વધાવી રહ્યું છે !!! આજે જૂનાગઢનાં કેશોદ ખાતે વિવિધ સહકારી સંસ્થાઓનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “કેચ ધ રેઇન” કાર્યક્રમને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ સાથે કેચ ધ રેઇન યોજના હેઠળ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય અને એ માટે બોરની ડિઝાઇન, એનો ખર્ચો અને બોરથી થતા ફાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપ્યું.
છેલ્લા ત્રણથી ચાર મહિનામાં “કેચ ધ રેઇન” યોજના હેઠળ ત્રણ લાખ જેટલા બોર દેશનાં જુદા જુદા રાજ્યોએ બનાવ્યા છે, આ મહા-જળ ક્રાંતિ છે, જે બદલ સૌને અભિનંદન પાઠવું છું.