« All Events
Start Event Date
End Event Date
આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આજે થયેલા ખાતમુહૂર્ત પર્યાવરણની સુરક્ષા અને જળ સંશાધનોનાં યોગ્ય ઉપયોગની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. જળ સંરક્ષણનાં આ પ્રયાસોની મદદથી વર્તમાન તો ખરું જ પણ નવી પેઢીનાં ભવિષ્યને સમૃદ્ધ પર્યાવરણનો વારસો આપી શકીશું ! આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોનો ઉત્સાહ જોઇ મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણે જળ સંરક્ષણ ક્ષેત્રે ઇતિહાસ રચી શકીશું !