સુરત શહેર ડાયમંડનું હબ ગણાય છે, હવે સુરતની જ્વેલરી પણ વૈશ્વિક સ્તરે વખણાઇ રહી છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો. અહીં ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરીની બેનમૂન ડિઝાઇન્સ પ્રસ્તુત કરાઇ છે. સર્વને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી શ્રી નાગજીભાઇ સાકરિયાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં 90 વર્ષનાં માતૃશ્રી દવલબેનને મળી ધન્યતા અનુભવી, આશીર્વાદ મેળવ્યા, માતૃશ્રી શતાયુ પામે એવી ઇશ્વરને પ્રાર્થના કરી. નાગજીભાઇનાં પરિવારજનોને મળી આનંદ થયો. સૌને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી.
સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
ભરૂચની SVMIT કોલેજ સામે આવેલી હયાત પેલેસ હોટલનું ઉદ્ઘાટન કર્યું.
નવ દંપતિઓને સુમધુર દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.