સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મારા જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રક્તદાન શિબિરમાં 800થી વધારે યુનિટ રક્ત એકત્ર થયું. Footer

સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મારા જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રક્તદાન શિબિરમાં 800થી વધારે યુનિટ રક્ત એકત્ર થયું.

મને આનંદ છે કે ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જન્મદિવસ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય દરેક વખતે સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમની ઉજવણી કરે છે. રક્તદાન નિસ્વાર્થભાવે કરાય છે અને એટલે જ એને મહાદાન કહેવાયું છે. રક્તતુલા બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા,શ્રી એમ.એસ.પટેલ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા,વડોદરાના મેયરશ્રી કેયુરભાઇ રોકડીયા, પ્રદેશના સહપ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સુરત શહેરના મહાંમંત્રીશ્રી કાળુભાઇ ભીમનાથ,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ સહિત શહેરના હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.