માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ ટી.બી નાબૂદી તરફ આગળ વધી રહ્યો છે-ત્યારે ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા. આ ભગીરથ કાર્ય બદલ એમને અભિનંદન પાઠવ્યા અને દર્દીઓનાં સ્વજનો સાથે સંવાદ સાધ્યો.
આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.




