અંગદાન જનજાગૃતિ માટેની શોર્ટ ફિલ્મ તેમજ પ્રચાર-પ્રસાર માટેનાં પોસ્ટર્સનું લોકાર્પણ Footer

અંગદાન જનજાગૃતિ માટેની શોર્ટ ફિલ્મ તેમજ પ્રચાર-પ્રસાર માટેનાં પોસ્ટર્સનું લોકાર્પણ

અંગદાન એ અન્યનાં જીવનને પ્રજ્વલિત કરતું મહાદાન છે, આજે અંગદાન જનજાગૃતિ અભિયાનનાં પ્રણેતા શ્રી દિલીપભાઇ દેશમુખની સાથે મળી અંગદાન રથનો શુભારંભ કરાવ્યો. આ સાથે જનજાગૃતિ માટેની શોર્ટ ફિલ્મ તેમજ પ્રચાર-પ્રસાર માટેનાં પોસ્ટર્સનું લોકાર્પણ કર્યું.
અંગદાન રથ ગુજરાતમાં ગામડે ગામડે ફરશે અને જનજાગૃતિ આણશે. સમગ્ર રાજ્યની ૯૦૦થી વધારે હોસ્પિટલોમાં જનજાગૃતિ માટેનાં પોસ્ટરો લગાડવામાં આવશે.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મન કી બાતમાં જેનો ઉલ્લેખ કર્યો હતો એ અંગદાનનાં આ મહાઅભિયાનમાં જોડાવા આપ સર્વને અપીલ કરું છું.