या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આજે લિંબાયત વિધાનસભા ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદની લાગણી અનુભવી. ખૂબ મોટી સંખ્યામાં પધારેલી સૌ નારી શક્તિઓને વંદન પાઠવ્યા. સૌ બહેનોનાં અખંડ સૌભાગ્ય અને સ્વસ્થ દિર્ઘાયુ માટે પ્રભુશ્રીને પ્રાર્થના કરી.
આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “નારી શક્તિ એ રાષ્ટ્ર શક્તિ છે!”નું સૂત્ર આપ્યું છે-આપણાં દેશની નારી શક્તિ સફળતાનાં નવા-નવા શિખરો સર કરી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બહેનોને કેન્દ્ર સરકારની મહિલાલક્ષી યોજનાઓનો બહોળો લાભ લેવા અપીલ કરી.


















