માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાયો, આ પાવન અવસરે ઉપસ્થિત રહી પૂજ્ય સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી 75 વર્ષ પહેલા ગુરૂકુળની સ્થાપના કરાઇ હતી. જ્યારે કાલખંડમાં દુનિયાનાં દેશોની ઓળખ એમનાં રાજ્યો અને રાજાઓથી થતી હતી ત્યારે ભારતને ભારતભૂમિનાં ગુરૂકુળથી ઓળખાતું હતું. સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા ભારતીય મૂલ્યો અને આદર્શોને સાચવવાનું કામ કરી રહી છે. ભગવાન સ્વામિનારાયણનાં નામ માત્રથી અંતરમાં ચેતનાનો સંચાર થાય છે.
આ સૌભાગ્યપૂર્ણ અવસરે ઉપસ્થિત રહી ધન્યતા અનુભ






