માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શ્રી કાશી વિશ્વનાથ ધામને મળેલા ભવ્ય અને પવિત્ર સ્વરૂપ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનાં ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની વિશેશ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’માં હાજરી આપી.
આ સાથે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતીની સમૂહ આરતી કરી, સંતોના ભંડારામાં ભોજન પ્રસાદ પીરસવાનો લ્હાવો લીધો.


















