લોખંડીપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે કહેલું કે-રાષ્ટ્રીય એકતા આપણી સૌથી મોટી તાકાત છે અને એનું સંરક્ષણ આપણી જવાબદારી છે ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણે સૌ રાષ્ટ્રીય એકતાનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ માટે એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે નવસારી જીલ્લામાં યોજાયેલી “યુનિટી માર્ચ”ને લીલી ઝંડી બતાવતા આનંદની લાગણી અનુભવી. સૌએ રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ લીધો.
આ પદયાત્રા માત્ર એક પદયાત્રા નથી, રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવનું પ્રતીક છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકોને અભિનંદન પાઠવું છું.











