માનનીય મોદીજીએ ફરી એકવાર ગુજરાતને આપી વિકાસની ભેટ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હૈયે ગુજરાતનો વિકાસ વસ્યો છે, આજે ગુજરાતનાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમદાવાદ ખાતે ₹5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનસભાને સંબોધી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય અને ધન્યતા પ્રાપ્ત થઇ.
આ વિકાસલક્ષી પ્રકલ્પોમાં રેલવેના ₹1,404 કરોડના પ્રકલ્પો, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ અને અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ સુવિધાઓ માટેના ₹2,644 કરોડના પ્રકલ્પો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેના ₹1,122 કરોડના પ્રકલ્પો તેમજ માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.










