ઈસ ઝંડે કે નીચે નિર્ભય
લે સ્વરાજ યે અવિચલ નિશ્ચય
બોલો ભારતમાતા કી જય
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન “હર ઘર તિરંગા” અંતર્ગત આજે સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજીત પદયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય અને ગૌરવ પ્રાપ્ત થયું.
જ્યારે જ્યારે તિરંગાને હાથમાં ઝાલવાનું સૌભાગ્ય મળ્યું છે ત્યારે ત્યારે એક અનેરી ઉર્જાના સંચારને અનુભવ્યો છે. આ એ જ તિરંગો છે જેને ખુલ્લી હવામાં લહેરાતો જોવાનું હજ્જારો રાષ્ટ્રભક્તોએ સ્વપ્ન જોયેલું !
આ પદયાત્રામાં બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ માણી, અનેરો આનંદ અનુભવ્યો-આ બાળકો આપણાં ભારતની આવતીકાલ છે, સૌને આશીર્વાદ પાઠવ્યા.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય કક્ષા મંત્રીશ્રીઓ મૂકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, સુરત શહેરના ધારાસભ્યશ્રીઓ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તથા અન્ય હોદેદારો અને નાગરિકો આ પદયાત્રામાં જોડાયા હતા.









