|| कुर्यात सदा मंगलम् ||
માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહી દિકરીઓને આશીર્વાદ પાઠવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પરિણય યાત્રા ગૃહસ્થીમાં પરિણમી રહી છે ત્યારે બંને એક જ પંથનાં પ્રવાસી બની રહો અને એકબીજાનાં સુખ, દુખ, સફળતા, સંઘર્ષમાં સહભાગી બની સ્વધર્મ અને કર્તવ્યધર્મનું પાલન કરતા રહો એવી નવ દંપતિઓને શુભેચ્છાઓ પાઠવી.
રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી મોહનભાઈ કોંકણી, સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા