અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પ્રગટ બ્રમ્હસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ વિશેષ છે, એમનાં વિચારો, એમનાં સંસ્કારો માત્ર ગ્રંથો સુધી સિમિત ન રહેતા વિશ્વ સ્તરે જન-જન સુધી પહોંચ્યા છે. એમનાં ચરણોમાં વંદન કરું છું.
આ મહોત્સવમાં જોડાયેલા સર્વ ભક્તો અને સ્વયંસેવકો પ્રમુખ સ્વામીજીનાં આચાર-વિચારને હજજારો લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, સૌને શુભેચ્છાઓ !
આ મહોત્સવમાં અપાર ધન્યતાનો અનુભવ થયો.
જય સ્વામીનારાયણ !






