દિલ્હી ખાતે ગુજરાતના સંસદ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં સૌ સાથે સંવાદ સાધી આનંદ અને સંતોષની લાગણી અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતનાં સૌ સંસદ સભ્યશ્રીઓ વિકસિત ભારત-વિકસિત ગુજરાતનાં સંકલ્પને સાકાર કરવા કટિબધ્ધ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની હરણફાળને હજી વઘારે ગતિશીલ કઇ રીતે બનાવી શકાય એ અંગે ચર્ચા થઇ !