આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યાં.
જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડૉ. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલના અદ્યતન ભવન તથા અટલ આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું.






