જામનગર ખાતે આજે ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા સપ્તરંગી સેવા-યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી. 78 જામનગર ઉત્તર વિધાનસભાનાં દરેક વોર્ડમાં જેમનાં આધારકાર્ડ નથી એમને આધારકાર્ડ કઢાવી આપી, આયુષ્યમાન કાર્ડ, જનધન બેંક ખાતા ખોલાવવા સહિત જન સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું.
રાજ્ય સરકારનાં મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરનાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, શહેર પ્રમુખ શ્રી વિમલભાઇ કગથરા, જીલ્લા પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.