ગઇકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પંજાબ ખાતે રેલી સંબોધિત કરવા જઇ રહ્યા હતા ત્યારે એમના કાફલાને ઇરાદાપૂર્વક અટકાવી પ્રધાનમંત્રીશ્રીની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરૂ પંજાબ સરકાર દ્વારા કરાયું એ સંદર્ભે ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં આવેદન પત્ર પાઠવ્યું.
પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના મંત્રીશ્રી મહેશભાઇ કસવાલા, પ્રદેશના કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્રભાઇ પટેલ, રાજયના મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતુભાઇ વાઘાણી, રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી,સાંસદશ્રી નરહરીભાઇ અમીન, સાંસદશ્રી હસમુખભાઇ પટેલ, પ્રદેશના સહકોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ ઉપસ્થિત રહ્યા.

