આજે સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી. કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકો દ્વારા આ પંખીઓની સ્નેહરસભર કાળજી લેવાઇ રહી છે. અબોલ પંખીઓની સારવાર કરતા કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો.
કરૂણા ટ્રસ્ટ દ્વારા રસ્તે રઝળતા પશુઓ અને ઘાયલ પંખીઓની સારવાર કરાય છે, એમને દવા આપી એ સાજા ન થાય ત્યાં સુધી સ્વયંસેવકો એમની દેખરેખ રાખે છે. એમનાં સેવાકીય કાર્યને બિરદાવું છું.