વિદ્યાર્થીઓમાં ગળથૂંથીથી જળ સંરક્ષણનાં સંસ્કાર ઉતરે એ હેતુથી શાળાઓએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરવું જોઇએ-આજે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
BRC ગણદેવી દ્વારા આયોજીત તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન પણ નિહાળ્યું. બાળકોમાં તર્કની શક્તિ વધે અને વિજ્ઞાન સાથેનું અનુસંધાન મજબૂત બને એ માટે આવા પ્રદર્શનો જરૂરી છે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
આ સાથે પ્રાથમિક કન્યા શાળા અને કસ્બાવાડી પ્રાથમિક શાળાનાં નવનિર્મિત મકાનોનું લોકાર્પણ અને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો