મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી જેની સ્થાપના થઇ હતી એવા નવસારીનાં કરાડીમાં આવેલા “રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયનાં શતાબ્દી મહોત્સવ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
આ વિદ્યાલયનાં પાયામાં ગાંધીજીનાં મૂલ્યો અને આદર્શો સચવાયા છે, જેની પ્રતિતી આજે આટલા વર્ષો પછી પણ થઇ રહી છે. શતાબ્દી મહોત્સવ એ વિદ્યાલયનાં સંસ્કાર વારસાની ઉજવણી છે. આવનારી પેઢીઓ માટે આ વિદ્યાલય દિવાદાંડી સમાન બની રહે એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા !