જે નિમિત્તે નડિયાદની અમી હોસ્પિટલ ખાતે ચાલી રહેલા નિ:શુલ્ક કેમ્પની મુલાકાત લીધી. સ્વાસ્થ્યની કાળજી લેવા સૌને નિયમિતપણે ચેકઅપ કરાવતા રહેવાની અપીલ કરી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન વ્યાસ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહજી ચૌહાણ,મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, પ્રદેશ આઈ.ટી. કન્વીનર શ્રી નિખીલભાઈ પટેલ, ચિકિત્સક સેલના સંયોજક ડો.ઘનશ્યામભાઈ સોઢા, સહ સંયોજક ડો. ભુપેન્દ્રભાઈ ઝાલા તથા ચિકિત્સક સેલના ડોક્ટર્સ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
ભારતીય જનતા પાર્ટીનાં ચિકિત્સક સેલ દ્વારા ગુજરાતભરમાં વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ઓરલ કેન્સર ડિટેકશન તથા ઓરલ હાઇજીન કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરાયું છે,
