ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાયેલા સીટેક્ષ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી.
મને વિશ્વાસ છે કે આ એકઝીબીશનનાં આયોજનનો લાભ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો આ ટેકનોલોજીના ઉપયોગથી કવોલિટી પ્રોડકશન લઇ શકશે. પ્રોડકશનની કોસ્ટ ઘટાડી શકાશે, જેથી લોકોને સસ્તી અને સસ્ટેનેબલ પ્રોડકટ પણ મળી રહેશે. આ એકઝીબીશનને કારણે સુરત શહેરને પણ લાભ થશે.
આ એકઝીબીશનમાં પ્રદર્શિત થઇ રહેલી નવી ટેકનોલોજીવાળી મશીનરીમાં ઉદ્યોગકારો રોકાણ કરશે અને એને કારણે રોજગારીમાં પણ વધારો થશે. સુરત ચેમ્બર ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!