ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનાં યજમાનપદે ભારતની પહેલી ‘બીચ સોકર ટુર્નામેન્ટ’ સુરત ખાતે યોજાઇ.આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી 19 રાજ્યોનાં ખેલાડીઓને મળી એમનો ઉત્સાહ વધારવાનો અવસર સાંપડ્યો. ગુજરાત રમત-ગમત ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરત ખાતે આવી ટુર્નામેન્ટનું આયોજન ગૌરવની વાત છે.
આ આયોજન બદલ બીચ સોકર ટુર્નામેન્ટનાં ઓલ ઇન્ડિયા કમિટીનાં ચેરમેન જીજ્ઞેશ પાટીલ અને સર્વ આયોજનકર્તાઓને અભિનંદન પાઠવું છું.
આ ટુર્નામેન્ટ માટે રશિયાથી ખાસ પધારેલા મિ.એલેક્ઝાન્ડરને મળીને ખૂબ આનંદ થયો. સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ અને આવી આંતરરાજ્ય ટુર્નામેન્ટની મદદથી આપણાં દેશની બીચ સોકર ટીમ વધુ મજબૂત બને એવી ઇચ્છા.