આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ, એસ.જી.ટી.ટી.એ સંગઠન સભ્યશ્રીઓ, અમદાવાદ મસ્કતિ મહાજન સંગઠનનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
MSME 43 (B) એક્ટનાં નિયમ વ્યાપારીઓનાં હિતમાં છે, આ નિયમો લાગુ કરવાની સરળતા અંગે રજૂઆત કરી.
માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ આ મુદ્દાઓને ધ્યાન પર લઇ વ્યાપારીઓનાં હિતમાં શક્ય એવા પ્રયાસો કરવાની ખાતરી આપી.


