આજે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના ડાભોર ખાતે માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
આ અતિઆધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનો લાભ જીલ્લાનાં અનેક ગ્રામ્યજનોને પ્રાપ્ત થવાનો છે, આરોગ્ય ક્ષેત્રે એમની સુખાકારીમાં ઉમેરો થયો છે. લોક સાહિત્યકાર માયાભાઇ આહીરને જન-જનનાં સેવા-કલ્યાણ હેતુ શરૂ કરાયેલી હોસ્પિટલ બદલ અભિનંદન પાઠવું છું. આ હોસ્પિટલ આરોગ્યની સુખાકારી અને શ્રેષ્ઠત્તમ સારવાર હેતુ ઉદાહરણ સ્વરૂપ બની રહે એવી શુભેચ્છાઓ.