सदा शक्ति बरसाने वाला, Footer

सदा शक्ति बरसाने वाला,

सदा शक्ति बरसाने वाला,
प्रेम सुधा सरसाने वाला
वीरों को हरषाने वाला
मातृभूमि का तन-मन सारा,
झंडा ऊँचा रहे हमारा।
જમ્મુ-કાશ્મીરનાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ આપણાં દેશનાં સૈન્યએ “ઓપરેશન સિંદૂર”દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવી મા ભારતીને ગૌરવ અને સન્માન બક્ષ્યું, આ સન્માનને વધાવવા આજે સુરત ખાતે યોજાયેલી ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રામાં જોડાઇ મા ભારતીને વંદન કર્યા, આપણાં વીર સૈનિકોને સલામી પાઠવી.
આપણાં દેશનો તિરંગો આપણી અખંડિતતાનું પ્રતીક છે, આપણે સૌ નાગરિકોને આપણો તિરંગો એકતાનાં સૂત્ર સાથે બાંધી રાખે છે. આ તિરંગાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકોએ ભારતની અખંડિતતાના સાબિતી પૂરી પાડી.
રાષ્ટ્રપ્રેમનાં અપ્રતિમ વાતાવરણ વચ્ચે આ યાત્રામાં જોડાઇ અપાર ઉર્જા અને ધન્યતા અનુભવી.
જય હિંદ 🇮🇳🇮🇳