Views Navigation

Event Views Navigation

Today
  • કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલન

    છોટા ઉદેપુર નસવાડીના કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી ધીરુભાઈ ભીલ સહિત જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા. કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુભાઈ પરમાર, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા,

  • છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત

    છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે

    માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે શ્રી મુકેશભાઇ પટેલનાં ગ્રીનલેબ ડાયમંડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી. વિશ્વનાં ફલક પર સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીનાં ગ્રોથ વિશે ચર્ચા કરી.

  • નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રમત-ગમતને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આજે નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત 13 વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનાં ટ્રોફી વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. રમતગમતની ભાવના ભવિષ્યમાં તમામ રમતવીરો માટે સફળતાના દ્વાર ખોલશે, એનો મને વિશ્વાસ છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ

  • બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન

    કબડ્ડી ખેલાડીઓની ચપળતા તો વધારે જ છે પણ સાથે-સાથે ખેલાડીઓની ત્વરિત નિર્ણયશક્તિને પણ મજબૂત બનાવે છે. આજે બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી. આપણી ભારતીય રમતનું પ્રતિનિધિત્વ કરતા સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ,જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા

  • નીલકંઠ ઓર્ગેનીક્સના ફાર્મા ડિવિઝનનું ઉદ્ઘાટન

    આજે અંકલેશ્વર ખાતે પરમ પૂજ્ય સાધુ-સંતશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે નીલકંઠ ઓર્ગેનીક્સના ફાર્મા ડિવિઝનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા સહિત હોદ્દદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

  • રાજપૂત સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય

    હિંદવા સૂરજ મહારાણા પ્રતાપજીની જયંતી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા સર્વને શુભેચ્છાઓ પાઠવ્યા. “રક્તદાન” જેવું મહાદાન કરનાર સર્વ રક્તદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, ગૃહ

  • ખેડા જિલ્લાની કારોબારી બેઠક

    સશક્ત કાર્યકર્તા મજબૂત સંગઠનને વધુ મજબૂત બનાવી શકે છે ! પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ખેડા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત

  • આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાની કારોબારી બેઠક

    કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સંગઠનની મૂડી છે !!! પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન રાઠવા, આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ

  • મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક

    કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનનો પાયો છે…. પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ, જેમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સહિત હોદ્દેદારો,